Featured post

Why Indians Celebrate Diwali ???

Click :  Diwali Celebration

15 September 2023

આપણે મોટા થઈ ગયા....

“1 રૂપિયાની 6 પાણીપુરી”
              અને
“30 રૂપિયાની 6 પાણીપુરી” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“મેદાન પર આવીજા”
         અને
“ઓનલાઈન આવીજા”
 એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હોટલમાં ખાવા ઝંખવું”
               અને 
“ઘરનું ખાવા ઝંખવું” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“બહેનની પારલે ચોકલેટ ચોરવી”
                 અને
*“બહેન માટે સિલ્ક લાવવી”* એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

*“મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે”*
                  અને
 “snooze બટન દબાવવું” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“તૂટેલી પેન્સિલ”
        અને 
“તૂટેલા મન” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“હું મોટો થવા માંગુ છું”
             અને
“હું ફરીથી બાળક બનવા માંગુ છું " એ 
બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

“ચાલો મળીને પ્લાન કરીએ”
               અને
“ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની 
વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

"કોઈનું પેટ વધી ગયું તો કોઈના વાળ ખરી ગયા."
" ઉંમર સાથે વધતા વર્ષો.... 
આપણી સાથે કળા કરી ગયા.."

દરેકના
શું સપના હતા 
ને દરેક શું બની ગયા....
          પરિસ્થિતિ પ્રમાણે બધા
પોત-પોતાના રસ્તે પડી ગયા..!✍☺️
Miss you friends 😗😞

No comments:

Post a Comment